૧૦૦૦ વર્ષ પહેલાં જુનુ ગામ સિધ્ધપરી છે જ્યાં સિધ્ધ સાંમ્રરથ તપ કરતાં તેમના નામ પરથી સિધ્ધ પરી નામ પડેલ જ્યાં કલેસર તળાવ ની પાળે કલેસરી માતાનું મંદિર હતું ત્યાં આહિર લોકો ની વસ્તી હતી.
સંવત ૧૧૧૪ માં દેવજીભાઈ પલિયડ થી આવ્યા। સંવત ૧૩૧૪ વૈશાખ શુદ આઠમે નવું ગામ વડું વસાવ્યું જે હાલ હનુમાનજી નું મંદિર છે ત્યાં સંવત ૧૮૭૫ માં શ્રી હરિ વડું પધારેલ ત્યારે જેરામભાઈ એ ગંગા જળીયો કૂવો કરાવેલો જેમાં શ્રી હરિ નાહ્યા હતા તથા થાળ જમીને પ્રસાદી ના વસ્ત્ર તથા માળા આપી હતી. સંવત ૧૯૨૬ માં રેલ આવી ગામ તણાઈ જતાં ફાગણ સુદ ૨ એ નવું ગામ વસાવ્યું જે હાલમાં છે.